Monday, April 29, 2013

how to live a very happy marriage life ? part 3

મનોવૈજ્ઞાનિકો હવે દ્રઢપણે એવું માનવા લાગ્યા છે કે મોજશોખભર્યું જીવન જીવવાની તરફેણ કરનારાં દંપતીઓ વચ્ચે છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. જે લોકો પાર્ટીઓમાં બીજાની પત્નીઓ સાથે નાચે છે તેઓ ઘરની બહારની જંિદગીને જ આદર્શ માનવા લાગે છે. હવે તો મહિલાઓમાં પણ ક્લબોમાં મોડે સુધી બેસવાની, દારૂ-સિગારેટ પીવાની અને જુગાર રમવાની આદતો વધતી જાય છે. ઘરમાં બાળકો હોય તો તેઓ એકલા એકલા ખાઈને સૂઈ જાય છે અને અડધી રાત્રે ઘેર પાછાં આવતાં માતાપિતાનાં મોેં તેઓ સવારે જ જોઈ શકે છે.

આ લાઈફ સ્ટાઈલ જવાનીના દિવસોમાં તોે બહુ સારી લાગે છે. પણ વધતી ઉંમરની સાથે જ્યારે જવાનીનું જોશ ઓસરવાં લાગે છે, ત્યારે મનવિદ્રોહ કરવા લાગે છે અને મનમાં પસ્તાવો થવા લાગે છે. પતિ-પત્ની એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાં લાગે છે. એકબીજાનો વ્યવહાર જ નહીં ચારિત્ર્ય પણ શંકાના વર્તુળમાં આવવા લાગે છે. ધીરે ધીરે પારસ્પારિક ગેરસમજો એટલી વધી જાય છે કે વાત છટાછૂડા સુધી પહોંચી જાય છે.


સુરેશ એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુ મોટી પોસ્ટ પર કાર્યરત છે. એની ઉંમર ૪૦ વર્ષ છે. એની પત્ની નીલા એક મોટી વિજ્ઞાપન કંપનીમાં સારી પોસ્ટ પર છે. બંને પાસે પુષ્કળ પૈસો છે. અમદાવાદના એકદમ પોશ વિસ્તારમાં મોટો ફ્‌લેટ છે. બે-ત્રણ ગાડીઓ છે. એકદમ સ્વચ્છંદ જીવન છે. હવે બંનેમાંથી કોઈને એકબીજાની જરૂર નથી. બે નાનાં બાળકો છે, જે સ્કૂલમાં ભણે છે અને એમના લીધે જ બંને હજી એકબીજાની સાથે જોડાયેલાં છે, નહીં તોે છૂટાછેડા થતાં વાર કેટલી લાગવાની? એવુંય નથી કે મુક્તજીવનનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. હજારો લોકો બહાર ઘણું બઘું કરતાં હોય છે પણ ઘરમાં મર્યાદામાં રહે છે અને જવાબદારીનું પાલન કરે છે. બહાર થોડી મોજમસ્તી કરી લે છે પણ ઘરમાં સમતોલન જાળવી રાખે છે. સામાજિક જવાબદારીઓનું પાલન પણ કરે છે. બાળકોેને સારું શિક્ષણ અને સંસ્કાર આપે છે અને ઘરમાં કોઈ માંદુ પડે તોે એની સેવામાં પણ લાગી જાય છે. આવાં દંપતીઓ પરસ્પર એવી સમજૂતી કરી લે છે કે આપણે એકબીજાની થોડી ઘણી નબળાઈઓ જતી કરીને ઘરની સુખશાંતિ જાળવી રાખીશું.
સગવડતા ખાતર કરાયેલી આવી સમજૂતીઓમાં કેટલીક ખામીઓ હોય છે. એક તો સમજૂતી પ્રેમ અને લાગણીઓની કસોટી પર પાર નથી ઊતરતી. બીજું, જ્યારે એ તૂટે છે ત્યારે સંબંધો પણ તૂટીને છિન્નભિન્ન થઈ જાય છે. મણીનગરની અવની અને આલોક વચ્ચે પણ આવી એક સમજૂતી વર્ષો સુધી ચાલી અને જવાનીનું જોમ ઓછું થયું ત્યારે લાગ્યું કે રૂપિયા પૈસા અને મોજમસ્તી કરતાંય વધારે મહત્ત્વની છે મનની શાંતિ. છેવટે બંને પોતાના પતન માટે એકબીજાનો દોષ દેવા લાગ્યા. ઘરમાં દરરોજ કજિયોકંકાસ થવા લાગ્યા. બાળકો પર એની અસર પડવા લાગી અને વાત અદાલત સુધી પહોંચી ગઈ. હવે છૂટાછેડા થવાને બહુ વાર નથી. અહીં ચંિતાનો વિષય એ છે કે કેટલાક આઝાદ મિજાજ અને આઝાદ જંિદગીની તરફેણ કરતા લોકો આની મર્યાદા સમજતા હોવા છતાં એને છોડી નથી શકતા.


અહમનું ઘર્ષણ
મુક્ત વિચારો અને આચરણની અસર હેઠળ પતિ-પત્ની બંને અહંકારી બની જાય છે. જે લોકો ઘર પ્રત્યે જવાબદારીભર્યું જીવન જીવતાં હોય છે એ દંપતીઓ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા બહુ ઓછી હોય છે પણ જેઓને બહારની જંિદગી જીવવાની ટેવ પડી ગઈ હોય છે એ દંપતીઓ નાની નાની વાતમાં ઝઘડી પડે છે અને મનભેદ ઊભા થઈ જાય છે. પત્ની વિચારે છે કે જોે પતિ સ્વચ્છંદ બનીને બીજાઓ સાથે મુક્ત રીતે હરીફરી શકે છે તો હું કેમ ન ફરી શકું. પત્ની જાતે કમાતી હોય તો એને પોતાની કમાણીનું અભિમાન આવી જાય છે. પતિને કોઈ પ્રેમિકા હોય તો એને એ વાતનું અભિમાન હોય છે. પછી એ પત્ની અને પ્રેમિકાની સરખામણી કરવા લાગે છે અને વાત વણસવા લાગે છે. પતિ સિગારેટ પીએ છે તો હું કેમ ન પી શકું, પતિ જીન્સ પહેરે છે તો હું કેમ ન પહેરું, આવા વિચારો અને એમાંથી ઊભા થતા લડાઈ-ઝઘડા એવા લોકો વચ્ચે વધારે જોવા મળે છે, જેઓ મુક્ત જીવનને સારું ગણાવતા હોય છે. આવી માનસિકતા ધરાવતા લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે.


ડાઈવોર્સ કોર્ટમાંથી મળેલી માહિતી પ્રમાણે, છૂટાછેડાની ઈચ્છા ધરાવનારાઓને ઘણી વાર કોર્ટ પણ એવી સલાહ આપે છે કે તમારા ઝઘડા તમે ઘરમાં તમારા વડીલો સાથે ચર્ચા-વિચારણા કરીને પતાવી લોે તો કોર્ટની લાંબી પીડાદાયક કાર્યવાહીમાંથી બચી શકો છો.


એક વિડંબણા એ પણ છે કે ઘણા ભણેલાગણેલાં અને મોડર્ન યુવાન દંપતીઓ લગ્નને આઝાદી અને રોમાન્સ કરવાનું લાઈસન્સ માનવા લાગે છે. એમણે એ વાત ગાંઠે બાંધવી જોઈએ કે લગ્ન રાજીખુશીથી અપાયેલું વચન છે કે નહીં આમતેમ રખડપટ્ટી કરવાનું લાઈસન્સ. ઘરકામને ગુલામી માનવાની ભૂલ પણ ન કરશો.
વ્યક્તિ સ્વતંત્રતાનો ઝંડો એવો લહેરાયો છે કે આજકાલ સ્ત્રીપુરુષો લગ્ન કર્યા વગર જ સાથે રહેવાની તરફેણ કરવા લાગ્યાં છે, એમનું જોઈને પરિણીત સ્ત્રી-પુરુષો પણ થોડા સમય માટે પતિ કે પત્નીને છોડીને બીજી સ્ત્રી કે બીજા પુરુષ સાથે રહેવા લાગ્યાં છે. ટીવી સિરિયલોમાં પણ નવા સમાજની આ જ માનસિકતા દર્શાવાઈ છે. જેના કારણે નાયિકા સામે છૂટાછેડાની તલવાર લટક્યા કરે છે. આ તલવાર એ બધા લોકો સામે લટકે છે, જેઓ ખોટી મોહજાળમાં ફસાઈને પોતાનું સુખી ગૃહજીવન બરબાદ કરી લે છે.


હાલમાં જ મુંબઈની એક ફેમિલી કોર્ટ વિશેનો અહેવાલ છપાયો છે. એમાં જણાવાયું છે કે સ્વતંત્ર જંિદગી જીવવાની લ્હાયમાં સ્વયંને કાયદાકીય ગૂંચવાડામાં નાખી દેતા દંપતીઓની સંખ્યા હવે વધતી જાય છે. મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસનું કહેવું છે કે ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચેનાં યુવકયુવતીઓને લાગવા લાગ્યું છે કે ‘મેરેજ ઈઝ નોટ ફોર લાઈફ ટાઈમ’ એટલે કે લગ્નનો અર્થ એ નથી થતો કે જીવનભર એકબીજા સાથે બંધાઈને રહીએ.


ઘરોમાં ઘરકામ અને જવાબદારીઓ બાબતના ઝઘડા વધતા જાય છે. અમે પુરુષ છીએ એટલે અમે સ્ત્રીઓ સામે શું કામ નમીએ અથવા સ્ત્રી છીએ એટલે અમારે શું પુરુષની ગુલામ બનીને રહેવાનું? જે લોકો આવું વિચારે છે એમનો માનસિક ઈલાજ થવો જોઈએ. મુક્તજીવન જીવવાની ઘેલછા રોકવા માટે પણ એ જરૂરી છે.


આ માનસિક બીમારીના ઈલાજ માટે આપણે બહુ દૂર નહીં જવું પડે. મનમાં પ્રેમથી ભરપૂર કોમળ ભાવનાઓ જગાડીને વ્યક્તિ પોતાનો ઈલાજ જાતે જ કરી શકે છે. એથી શરીરમાં એક પ્રકારનુ રસાયણ વહેતું થશે, જે સંબંધોમાં મીઠાશ વધારશે. મુક્તજીવન માણસને ખોટા કામ કરવા પ્રેરે છે અને તે માનસિક, સામાજિક અને ભાવનાત્મક અશાંતિ પણ અનુભવવા લાગે છે.

Friday, April 26, 2013

how to live a very happy marriage life ? part 2


ઘણa લોકો જીવનમાં કદી સાચા અર્થમાં સુખી થઈ શકે નહીં.. કે પછી ઘણીવાર સુખી થવાની દૃષ્ટિનો અભાવ નડે છે. સુખ શેમાં છે એની સમજ જ નથી હોતી... પરિણામે આવી વ્યક્તિઓ પોતે તો દુઃખી થાય છે અને પોતાની સાથે સંકળાયેલ અન્ય લોકોને પણ દુઃખી કરતાં રહે છે


જીવનમાં મોટેભાગે સુખ ક્યારેક ગેરહાજર નથી હોતું. અને છતાં અગણિત લોકો દુઃખી થતા જોવા મળે છે. કેમ કે એમને સુખી થવું છે. પરંતુ સુખી થતાં આવડતું નથી હોતું. એને અન્યની સરખામણી કરીને સુખી થવું છે. એના સુખ કે દુઃખનો આધાર અન્ય વ્યક્તિ ઉપર રહેલો હોય છે. એમનું મન સતત બીજાઓ સાથે.. સગા- સંબંધીઓ સાથે, મિત્રો સાથે કે પડોશીઓ સાથે સરખામણી કરતું રહે છે. એમની પાસે જે હોય તે જો પોતાની પાસે ન હોય તો દુઃખી દુઃખી થઈ જતાં હોય છે. અને પોતાની પાસે જે છે તેનો આનંદ ભૂલીને જે નથી એનો અફસોસ કરતાં રહે છે. આવા લોકો જીવનમાં કદી સાચા અર્થમાં સુખી થઈ શકે નહીં.. કે પછી ઘણીવાર સુખી થવાની દૃષ્ટિનો અભાવ નડે છે. સુખ શેમાં છે એની સમજ જ નથી હોતી... પરિણામે આવી વ્યક્તિઓ પોતે તો દુઃખી થાય છે અને પોતાની સાથે સંકળાયેલ અન્ય લોકોને પણ દુઃખી કરતાં રહે છે.


જેને લીધે સંબંધોમાં તિરાડ પડે છે. સંબંધનો સેતુ નબળો પડતો જાય છે. આજે આવી જ કોઈ વાત...
અનેરી પરણીને સાસરી આવી. નિશિથ ભણેલો હતો, સંસ્કારી હતો. ઘરમાં બધાનો સ્વભાવ સારો હતો. બહુ શ્રીમંત નહીં સાવ સાધારણ પણ નહીં એવી આર્થિક સ્થિતિ હતી. ઘરમાં ફક્ત સાસુ જ હતાં. એક બહેન હતી જે સાસરે હતી અને સુખી હતી. આમ અનેરીને કોઈ પ્રોબ્લેમ નહોતો. પરંતુ અનેરીનો હાથ છૂટો હતો. તેને હરવા-ફરવાનો, પિક્ચરનો, હોટેલમાં ખાવા જવાનો ખૂબ શોખ હતો. પિયરમાં સાધારાણ સ્થિતિ અને નાના ગામને લીધે એના શોખ ક્યારેય પૂરા નહોતા થયા.


અહીં મોટા શહેરમાં આવીને એના સપના આભને આંબવા લાગ્યા. દર રવિવારે પિક્ચર જોવાનો અને બહાર હોટેલમાં જવાનો જાણે તેણે નિયમ બનાવી લીધો હતો. શરૂઆતમાં તો નિશિથ પણ ખાસ કોઈ વિરોધ કરતો નહીં. અને પત્નીની બધી હોંશ પૂરી કરતો. ચાર છ મહિના તો બધું ચાલ્યું. પણ પછી નિશિથના પગારમાં હમેશાં આ શક્ય બને તેમ નહોતું. અને આમ પણ નિશિથને બહાર ખાવાની આદત નહોતી. હમેશાં ઘરનું ખાવાનું જ તે પસંદ કરતો અને પિક્ચર ટી.વીમાં ક્યાં નથી જોવાતા? એવા ખોટા ખર્ચા આમ પણ પોસાય તેમ નહોતા જ. ભવિષ્યમાં બાળકો થાય ત્યારે બચત હશે તો જ તેમને સારી રીતે ઉછેરી શકાશે. એવા વિચારને લીધે હવે તેણે દર રવિવારે બહાર જવાની ના પાડી દીધી.

અનેરીને ખૂબ ખરાબ લાગ્યું. નિશિથ તેને કંજૂસ લાગ્યો. તેના મનમાં એક અસંતોષ રહેવા લાગ્યો અને એ અસંતોષ જુદાં સ્વરૂપે બહાર આવવા લાગ્યો. ઘરમાં રોજ એક કે બીજા કારણસર ઝઘડા થવા લાગ્યા. નાની નાની વાતમાં અનેરી ઉશ્કેરાતી રહેતી. નિશિથે તેને પાસે બેસાડીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન પણ કરી જોયો. પરંતુ અનેરીની સમજણના દરવાજા જાણે બંધ થઈ ગયા હતાં. સાસુનો સ્વભાવ શાંત હતો. અને વહુ દીકરાની વાતમાં વચ્ચે કદી માથું મારતા નહીં.
આવતાં અઠવાડિયે તેમની લગ્નની વર્ષગાંઠ આવતી હતી. અનેરીને મોટી પાર્ટી રાખવાનું બહુ મન હતું. ખાસ કરીને પોતાની બહેનપણી માન્યા જે આ જ શહેરમાં હતી એની પર અને સગાઓમાં વટ પડી જવો જોઈએ. નિશિથે કહ્યું કે એટલા બધા પૈસાની સગવડ થાય તેમ નથી. બહુ થાય તો બે ચાર મિત્રોને ઘેર બોલાવીએ જમવા માટે. પણ અનેરીને એનાથી સંતોષ થાય એમ નહોતો. બંને વચ્ચે ઝઘડો ચાલ્યો.

પછેડી હોય એવડી જ સોડ તણાય. ખોટા દેખાડા કરવાની કોઈ જરૂર નથી. નિશિથ એના વિચારમાં મક્કમ હતો. એને થયું પોતે જો આમ જ પત્નીની જીદ માનતો રહેશે તો અનેરી ક્યારેય સમજશે નહીં. અને તેની આદત સુધરશે નહીં. એમ માની તે પણ મક્કમ રહ્યો. વાત તો સાવ નાની હતી પણ હવે સવાલ આવ્યો વટનો. વાત વટે ચડી ગઈ. અનેરીએ નિશિથ સાથે કામ સિવાય બોલવાનું બંધ કર્યું. પતિ- પત્ની વચ્ચે મૌનની દીવાલ ઊભી થઈ. ભારેલો અગ્નિ મનમાં લઈ બંને ધૂંધવાતા રહ્યા. એનીવર્સરીનો દિવસ એમ જ પસાર થઈ ગયો. નિશિથ બહાર જમવા જવાની કે પિક્ચરમાં જવાની વાત કરી જોઈ. સમાધાન કરવાનો પ્રયત્ન કરી જોયો. પણ અનેરીએ મચક આપી નહીં. કોઈ જરૂર નથી. પૈસા બચશે એટલા પૈસા પણ શા માટે વાપરવા જોઈએ? અનેરીનો ગુસ્સો એમ જાય તેમ નહોતો. અંતે થાકીના નિશિથે પણ પ્રયત્ન પડતો મૂક્યો.

એનીવર્સરીનો દિવસ એમ જ કશું કર્યાં સિવાય પસાર થઈ ગયો. બંને વચ્ચે અંતર વધતું ચાલ્યું. બંને મનમાં ધૂંધવાતા રહ્યા. સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. ત્યાં અનેરીની બહેનપણી માન્યા તેને ઘેર આવી ચડી. માન્યાને જોઈ અનેરી ખુશ થઈ ઊઠી. ઘણાં સમય બાદ બંને બહેનપણીઓ મળી હતી. જૂની વાતો થતી રહી અચાનક કંઈક યાદ આવતાં અનેરીએ કહ્યું.
માન્યા, તમારા લગ્નની વરસગાંઠ ગયા મહિને જ હતી.. બરાબરને? મને યાદ પણ ન કરી. મને તો હતું કે પાર્ટીમાં મને જરૂર બોલાવીશ... તું તો એટલામાંથી પણ ગઈ.

અરે... બાબા... પાર્ટી રાખી હોય તો બોલાવું ને?

ઉલ્લું ન બનાવ... તારે ક્યાં પૈસાની ખોટ છે કે તમે પાર્ટી ન રાખી હોય? બાય ધ વે... કઈ હોટેલમાં રાખી હતી પાર્ટી?
 અરે... ખરેખર અમે કોઈ પાર્ટી રાખી જ નહોતી...
એટલે તમે શું તમારી પહેલી એનીવર્સરી ઉજવી જ નહોતી. એમ કહેવા માગે છે તું?
એમ તો કેમ કહી શકાય? ચોક્કસ ઉજવી હતી. પણ ચીલાચાલુ રીતે નહીં... અમારી રીતે... માન્યાએ કહ્યું.
‘અમારી રીતે એટલે? તમારી વળી કોઈ જુદી રીત છે?’

‘હા... હું ને અનિશ અમે બંને અમારા ઘરના ગાર્ડનમાં બેસીને સાંજના ઝાંખા અંધકારમાં સાથે કેન્ડલ લાઈટ ડિનર લીધું હતું. અનિશ કહે, આ સાંજ તો આપણા બંનેની એકલાની.. એમાં આજે કોઈ બીજું ન જોઈએ. એણે ખાસ રજા લીધી હતી. અને અમે બંને કહેતાં માન્યાના ચહેરા પર સ્મિતની લહેરખી ફરી વળી. અમારી એ સ્પેશિયલ સાંજ... સ્પેશિયલ દિવસ હતો અનેરી. એ દિવસની મજા જ કંઈક ઓર હતી.. પાર્ટી રાખી હોત તો બધા વચ્ચે અમે બંને તો અમારું એકાંત માણી જ ન શકત. આને આમ પણ અનિશ કહે છે. આપણે લગ્ન કર્યાં છે. એમાં કંઈ અલગ કે અસામાન્ય કામ નથી કર્યું. બસ... આ આપણો દિવસ છે અને આપણે એ આપણી રીતે સેલીબ્રેટ કરીશું. અને પછી ઘણીવાત થતી રહી. સાંજે માન્યા તો ગઈ પરંતુ અનેરી વિચારમાં પડી ગઈ. એક ચીનગારી પ્રગટી ચૂકી હતી. પોતે ક્યાંક કોઈ ભૂલ તો નથી કરી રહીને? સાવ નાની વાતને મોટું સ્વરૂપ આપીને પોતાના પગ ઉપર જાતે કુહાડો નથી મારતી ને?

અને દૃષ્ટિ બદલાતા... વિચારો આપોઆપ બદલાઈ જ જાય ને?

બે દિવસ પછી રવિવાર આવતો હતો. પત્નીને મનાવવાના હેતુથી સમાધાન થઈ શકે એ માટે આજે નિશિથે સામેથી અનેરીને કહ્યું.
‘આજે આપણે તારી ફેવરીટ હોટેલમાં ડિનર લેવા જઈશું?’

જો કે તેને ડર હતો કે અનેરીનો ગુસ્સો હજુ શમ્યો નથી એથી સરખો જવાબ નહીં જ મળે. પણ તેના આશ્ચર્ય વચ્ચે અનેરીએ હસીને જવાબ આપ્યો.
‘ના... આજે નો હોટેલ... આજે તારી પસંદની ડીશ બનાવી છે તને રગડો પેટીલ બહુ ભાવે છે ને? આજે આપણે બંને હીંચકા પર બેસીને સાથે ખાશું...’
અને તે સાંજે અબોલાના વાદળો વિખેરાઈ ગયા ને નવા વિચાર... નવી સમજણની ક્ષિતિજના પ્રકાશમાં રગડા પેટિસની જે મજા બંનેએ સાથે મળીને માણી... એ કંઈક અલગ જ હતી..

સંબંધનો સેતુ તૂટતા બચી ગયો હતો. અને એક નવજીવન... સહજીવન ફરીથી પાંગરી ઊઠયું હતું. આનંદ ફક્ત પાર્ટી, પિક્ચર.. કે હોટેલમાં જ નથી એ સિવાય પણ આનંદ મેળવવાના અનેક રસ્તાઓ ખુલ્લા હોય જ છે ને? એ તરફ પણ કદી નજર નાખીશું? તો જીવનમાં કોઈ અભાવ... કોઈ ફરિયાદ નહીં રહી. અને સંબંધોમાં સ્નેહની ઉષ્મા આપોઆપ પ્રગટી રહેશે.

Thursday, April 25, 2013

Good photos to start day...







Always try to help a friend in need











































Believe in yourself
Be brave...but it's ok to be afraid sometimes
Study hard
Give lots of kisses
Laugh often
Don't be overly concerned with your weight, it's just a number
Always try to see the glass half full
Meet new people, even if they look different to you
Remain calm, even when it seems hopeless
Take lots of naps..
Be weird whenever you have the chance
Love your friends, no matter who they are

Don't waste food


Take an occasional risk
Try to have a little fun each day.
...it's important
Work together as a team
Share a joke with friends
Fall in love with someone..
....and say 'I love you' often
Express yourself creatively
Be conscious of your appearance

Always be up for surprises
Love someone with all of your heart
Share with friends
Watch your step
It will get better
There is always someone who loves you more than you know 
Exercise to keep fit
Live up to your name
Seize the Moment
Hold on to good friends; they are few and far between
Indulge in the things you truly love
Cherish every Sunday
At the end of the day... PRAY
........ and close your eyes
And smile at least once a day!

Tuesday, April 23, 2013

how to live a very happy marriage life ? part 1


ઉમળકો કે પ્રેમ વગરના સંબંધો, મુરઝાઈ ગયેલા આવા સંબંધોનો અર્થ ખરો? 

મોટાભાગના કેસમાં આપણે ત્યાં પત્ની સહન કરી લેતી હોય છે. આમ છતાં કેટલાક કેસોમાં પતિને પણ સહન કરવાનો વખત આવતો હોય છે. સંબોધોને મીઠા મઘુરા કેમ રાખશો અથવા બગડે ત્યારે કેવી કાળજી લેશો તેનો માર્ગ બતાવવાની અહીં કોશિશ કરી છે.

આ શીખ માત્ર બહેનોને છે.

જીવનમાં સંબંધો ગમે તેટલા ગાઢ કેમ ન હોય ક્યારે ને ક્યારે તો આ સુમેળભર્યાં સંબંધોમાં ખારાશ આવે છે આવે સમયે કંઈ થાકોડો અનુભવાય એ હદે જહેમત ઉઠાવવાની જરૂર નથી. થોડી કળ વાપરીને વાતને સમજી લેવાથી બગડતી બાજી સુધારી શકાય છે. તેમાં નવેસરથી સુગંધ ભેળવી શકાય છે.
મનુષ્ય સહજ પ્રકૃતિ પ્રમાણે એક વખત આપણને સંબંધોની સલામતી વિશે ખાતરી થઈ જાય એટલે આપણે બેદરકાર બની જતા હોઈએ છીએ. શરૂઆતના વર્ષોની મીઠી છેડછાડ, એકાએક ગુમ થઈ જાય છે. પણ આ ગલત છે. લગ્નજીવન સુમેળભર્યું રાખવા માટે પ્રેમ, જાતીય સંબંધોનું ઘણું મહત્ત્વ છે. પતિ સારા મૂડમાં હોય ત્યારે તેની સાથે ખભા પર કે કમર પર હાથ મૂકી થોડી મીઠી વાતો કરવાથી ઘરેડ અનુભવી રહેલા પતિને પત્નીને હજી પોતાનામાં રસ છે એવી લાગણીની અનુભૂતી થાય છે. આવા ઘરેડ બની ગયેલા સંબંધોને નવપલ્લિત કરવા માટે તેમાં યુવાનીની થોડી ‘કરામત’ ઉમેરવી અનિવાર્ય છે.
પતિને તમે હવે ઘરડા દેખાઓ છો કે બુઢ્ઢા લાગો છો એવું કહી ઊંધો પડકાર ક્યારેય ન આપવો એથી ઊંઘુ આ ઉંમરે પણ શરીર આટલું સાચવી રાખ્યું છે એવું જો ક્યારેક ક્યારેક કહેવામાં આવે તો પુરુષના અભિમાનને ઠેસ નથી લાગતી. બંને જણા ઘડપણની લાગણી અનુભવવા લાગે તો તેની અસર જાતીય સંબંધો પર અને પછી મન પર પડવા લાગે છે અને સંસાર મોટી ઉંમરે પણ અસાર બની શકે છે. બંને જણા એકમેકને પ્રેમ-છેડછાડ કરે તો એના નશામાં નાની વયની જેમ જ ધરબાઈ રહેલી કેટલીક લાગણીઓ ખીલી ઉઠે છે એવે વખતે આપણને આપણા જીવનસાથીની ઉણપોને સ્થાને ખૂબીઓ દેખાય છે. લગ્નજીવનના જાતીય સંબંધો આવી ખૂબીઓ માટે મહત્ત્વ ધરાવે છે. તમે સંસારમાં વ્યસ્ત થઈ ગયા હોવા છતાં પતિમાંથી રસ ગુમાવી દીધો નથી એવી અનુભૂતિ એેને થવી જ જોઈએ. વારંવાર તેના પર કટકટ કરવાને બદલે તેની ખૂબીઓની પ્રશંસા કરો આ કંઈ તમે માત્ર તેની ખુશી માટે જ કરો છો એવું નથી કારણ કે એની ખુશીની સાથોસાથ આમાં તમારી પણ ખુશી છે. આમ મીઠા શારીરિક સંબંધો સુખી લગ્નજીવન પાયો છે.
આપણામાંના મોટાભાગના જાહેરમાં બહુ સારી રીતે વર્તીએ છીએ. ડગલને પગલે સોરી, થેંક્યુનો પ્રયોગ કરીએ છીએ. અતિ નમ્રતાપૂર્વક વર્તનારા આપણે જેવા ઘરમાં પ્રવેશીએ છીએ કે કેમ આ નમ્રતા ઓગળી જાય છે અને એનું સ્થાન કટકટ અને ચિઢિયા દાંતિયા કેમ લઈ લે છે? પોતાના સ્વજનો સમક્ષ કૃત્રિમ શિષ્ઠાચાર ન જળવાય કે ન જાળવવો એ અમુક હદે મનાય છે. દરેક વખતે ઘરના માણસ પતિ કે પત્ની દાખલ થાય ત્યારે કંઈ ભવ્ય સ્વાગત થાય એવી તેની અપેક્ષા હોતી નથી. એવા કૃત્રિમ દેખાડાથી ત્રણ દિવસમાં ત્રાસી જવાય. અહીં કહેવાનો મુદ્દો એટલો જ છે કે આની સાથે ગમે તેમ વર્તીએ તો હવે ક્યાં જવાનો છે? કે જવાની છે? સહન નહિ કરે તો જશે ક્યાં? પરિસ્થિતિ આ હદે પહોંચવી ન જોઈએ . અગર સ્થિતિ આ હદે પહોંચે તો સામી વ્યક્તિની ઘરમાં હાજરી હોય કે ન હોવી કંઈ ફરક જ નથી પડતો. આવા સંજોગોમાં સંબંધો મીઠા કઈ રીતે બની શકે? પત્ની વાત કરતી હોય ત્યારે પુસ્તકમાં મોં નાખી બેસી રહેતા પતિઓ, અઘુરી વાત હોય અને ત્યાંથી ઉઠીને ચાલતી પકડી પત્નીઓ એક વાત ભૂલી જાય છે કે સામા પક્ષની વ્યક્તિને આમાં અપમાનની લાગણી અનુભવાય છે. અવગણના થતી હોય એવો અહેસાસ થાય છે. પોતાનું કોઈ મહત્ત્વ જ નથી એવું લાગે છે.

તમારા પતિ સાથે એક અજાણ્યા સાથે વર્તાવ કરીએ એવો વર્તાવ કરો. પ્રત્યેક વખતે આવી કૃત્રિમ પ્રક્રિયા દોહરાવવી જરૂરી નથી, પરંતુ ગુસ્સાથી લાલપીળા હો, તમારું મન અસ્વસ્થ હોય ત્યારે આવા સંજોગોમાં ત્રાહિત વ્યક્તિ સાથે હું કઈ રીતે વર્તી હોત? એટલો વિચાર કરી આગળ વધી જુઓ કેટલો ફરક પડી જાય છે આમ આપણા સામા પક્ષ સાથેની, વ્યક્તિ પ્રત્યેના વર્તનમાં નમ્રતા આણો. કોઈ પણ વ્યક્તિ પર આક્રમક બની તૂટી પડવું એ સંબંધોને વણસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવવા જેવું છે. 
તમારી ઓળખાણ સૌ પ્રથમ તમારા પતિ સાથે થઈ તે સમયના સંભારણા મમળાવો. તે વખતે એકમેકની પસંદગીમાં ક્યાંય ફરક જ નહોતો. સંબંધો વઘુ ગાઢ અને ઉષ્માભર્યા બની રહે એ માટે બંનેની પસંદ, નાપસંદ સરખી હતી ને! લાંબો સમય સાથેે રહ્યા પછી આ સરખાપણા-સમાનતાની વાતો વિસારી દેવાય છે. કદાચ આવી સમાન પસંદગી જ તમને બંનેને તે વખતે એકત્રિત કરવામાં અગત્યનો ભાવ ભજવી ગઈ હોય. એનો કોઈ વિચાર કરતું નથી. પરિણામે લગ્નજીવનની રજત જયંતિ વર્ષમાં તમને જીવન રસકસ વિનાનું સાવ ફિક્કુફસ ભાસે છે.

અઠવાડિયામાં તમારો જે વિષયમાં રસ હોય તેનો વિકાસ સાધવામાં થોડોે સમય ગાળો. એ જ પ્રમાણે તમારા પતિના એના ચાહનાના ક્ષેતરે થોડો સમય ફાળવવાની સ્વતંત્રતા આપો. વ્યક્તિગત રસના વિષયો, પ્રવૃત્તિઓ અને આવડતનો વિકાસ થવા દેવાથી નવા અનુભવો મળે છે. આ અનુભવો કદાચિત શુષ્ક જીવનને નવપલ્લિત કરવામાં પ્રાણવાયુની ભૂમિકા ભજવી જાય છે.
આટલી વયે પણ હજુ તમે આકર્ષક છો જ એવું તેને લાગવા દો. આમ કરશો તો પતિને પણ તમારી સમક્ષ આકર્ષક દેખાવાની પ્રેરણા મળશે. સુડોળ પત્ની સમક્ષ તેને પણ એટલા જ હેન્ડસમ દેખાવાનું મન થશે. આમ પણ શરીર સપ્રમાણ, સુડોળ હશે તો તમને પોતાને પણ સારું લાગશે. થાક નહીં લાગે, હાફ નહીં ચઢે. તંદુરસ્ત કે નિરોગી શરીર હશે તો મનમાં વિચારો પણ વિધેયાત્મક જ આવશે જે સુખી જીવન જીવવાની દ્રષ્ટિ આપશે. માટે ઘરકામમાંથી સમય કાઢી થોડી કસરત કરો. આ ઘણંું જરૂરી છે.
પતિ જ્યારે મુસીબતમાં હોય ત્યારે તેને સહકાર આપો. તેને લાગવો દો કે મુશ્કેલીમાં તમે તેના ભાગીદાર છો. તેની જરૂરિયાતોનો ખ્યાલ રાખો. માંદા હોય ત્યારે માવજત કરો. તેને મનગમતી સ્વાદિષ્ટ વાનગીઓ જમાડો. મારી કાળજી કરનારું કોઈ છે એવું તેને અનુભવવા દો. અલબત્ત બદલામાં પતિએ પણ આટલી મહેનત કરી તેની કદર કરવી રહી. પતિના કામકાજમાં અનુભવવાતી મુશ્કેલીઓ વખતે તેની લાગણીઓને સાંત્વન આપવા કોશીશ કરો. કુટુંબના પ્રશ્નો સુલઝાવવામાં તેને મદદરૂપ બનો. આમ કરશો તો તે માનસિક રીતે ભાંગી નહીં પડે. મુશ્કલી વખતે તમારી કાળજી, જરૂરિયાતો બાજુએ મૂકી તેને સાથ-સહકાર આપો, સામાન્ય રીતે સામી વ્યક્તિ આપણી સાથે જે રીતે વર્તતી હોય છે એ જ દવાનો ધૂંટડો તેને પાવો એવી મનુષ્યની મનોવૃત્તિ હોય છે. આ હિસાબ ચુકતો કરવાની વૃત્તિ સારી નથી. બીજું દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોય છે. આપણને જે ગમતું હોય તે તેને ગમવું જ જોઈએ. આવો દુરાગ્રહ રાખવો ખોટો છે. આમાં કંઈ સંપૂર્ણપણે સમર્પિત થઈ જવાનું નથી. પણ મારું કોઈ છે એવી લાગણી જન્માવવા જેટલી જ હદે વર્તવાનું છે. અલબત્ત સામા પક્ષે જો એક જ તરફી લેવાની સ્વાર્થી વૃત્તિ હોય અને તમારી લાગણી કે જરૂરિયાતોની પરવા છેક જ ન કરવા જેટલી હદે નિર્દયપણું વ્યક્ત થતું હોય એવા સમયે સંબંધો ટકાવી રાખવા કે નહિ તેનો નિર્ણય પક્ષકારે કરવાનો રહે છે. આ તેનો અધિકાર છે.

કોઈ પતિ-પત્ની જો એમ કહે કે અમારી વચ્ચે ક્યારેય ઝઘડા થતા નથી તો માની લેજો કે તેઓ જુઠ્ઠુ બોલે છે. ગમે તેટલા સુમેળભર્યાં સંબંધો ધરાવતા પતિ-પત્ની વચ્ચે નાની મોટી તકરારો થવી સામાન્ય છે. જો ગુસ્સો વ્યક્ત કરવાની તક જતી કરાય તો ઘણી વખત ગુસ્સો બીજી રીતે બહાર પડે છે. વસ્તુઓની ફેંકાફેંકથી માંડી કટાક્ષમય વાણી સુધી મામલો પહોંચે છે. પણ આવા ઝઘડા વખતે પણ માનસિક સંતુલન ખોરવાઈ ન જાય તે જરૂરી છે. તમારા મનને અકળાતી બાબત વ્યક્ત કરી દો પણ તેને વ્યક્ત કરતી વખતે વિવેક ચુકાય નહિ તે જોવું જરૂરી છે. આનો નિવેડો આણવો જરૂરી છે પણ તેથી તેમાં કોઈને ખોટું લાગે નાખે એવા વેણ કહી ઉતારી ન પાડો.

તમારા જીવનસાથીનું આત્મગૌરવ હણાય નહિ એ રીતે તમારા મુદ્દાની-ગુસ્સાની રજુઆત કરો. જીવનસાથી સાથેના ઝઘડામાં કે દલીલોમાં હાથ ઉપર રહે કે વિજયી બનવાની વાતોમાં ક્યારે ન પડશો. દલીલ બાજીની ચડસાચડસીની આ સ્પર્ધામાં એક તો વિજયી બનવું ન જોઈએ અને તે તમે જ હોવા જરૂરી છો એ ખ્યાલ મગજમાંથી કાઢી નાખશો. આમાં કોઈ ટ્રોફી મળવાની નથી ઉલટાનું સમસ્યાનું સમાધાન સાધવા કોશિશ કરો. ઝઘડામાં મૌન સૌથી વઘુ અસરકારક શસ્ત્ર સાબિત થાય છે. એક પક્ષે મૌન પાળી લેવાથી વાતનો નિવેડો જલદી આવે છે.

આપણે ઘણી વખત બીજાની નબળાઈઓ, ઉણપો વિશે જ વિચારતા રહીએ છીએ. કોઈને મોઢા પર આવું રોકડું પરખાવી દેવાથી સંબંધોમાં કડવાશ જન્મે છે. કોઈની ઉણપો વર્ણવો પણ પ્રત્યેક ઉણપ સાથે તેની બેથી ત્રણ ખૂબીઓને વખાણો.. શા માટે મોકો ગુમાવી જીવન ઝેર બનાવવું છે? સરળતાથી જીવનબાગને મહેકાવવા માટે કાંઈ બહુ ઝાઝી મહેનતની જરૂર નથી. અજમાવી તો જુઓ.