Monday, April 29, 2013

how to live a very happy marriage life ? part 3

મનોવૈજ્ઞાનિકો હવે દ્રઢપણે એવું માનવા લાગ્યા છે કે મોજશોખભર્યું જીવન જીવવાની તરફેણ કરનારાં દંપતીઓ વચ્ચે છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. જે લોકો પાર્ટીઓમાં બીજાની પત્નીઓ સાથે નાચે છે તેઓ ઘરની બહારની જંિદગીને જ આદર્શ માનવા લાગે છે. હવે તો મહિલાઓમાં પણ ક્લબોમાં મોડે સુધી બેસવાની, દારૂ-સિગારેટ પીવાની અને જુગાર રમવાની આદતો વધતી જાય છે. ઘરમાં બાળકો હોય તો તેઓ એકલા એકલા ખાઈને સૂઈ જાય છે અને અડધી રાત્રે ઘેર પાછાં આવતાં માતાપિતાનાં મોેં તેઓ સવારે જ જોઈ શકે છે.

આ લાઈફ સ્ટાઈલ જવાનીના દિવસોમાં તોે બહુ સારી લાગે છે. પણ વધતી ઉંમરની સાથે જ્યારે જવાનીનું જોશ ઓસરવાં લાગે છે, ત્યારે મનવિદ્રોહ કરવા લાગે છે અને મનમાં પસ્તાવો થવા લાગે છે. પતિ-પત્ની એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાં લાગે છે. એકબીજાનો વ્યવહાર જ નહીં ચારિત્ર્ય પણ શંકાના વર્તુળમાં આવવા લાગે છે. ધીરે ધીરે પારસ્પારિક ગેરસમજો એટલી વધી જાય છે કે વાત છટાછૂડા સુધી પહોંચી જાય છે.


સુરેશ એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુ મોટી પોસ્ટ પર કાર્યરત છે. એની ઉંમર ૪૦ વર્ષ છે. એની પત્ની નીલા એક મોટી વિજ્ઞાપન કંપનીમાં સારી પોસ્ટ પર છે. બંને પાસે પુષ્કળ પૈસો છે. અમદાવાદના એકદમ પોશ વિસ્તારમાં મોટો ફ્‌લેટ છે. બે-ત્રણ ગાડીઓ છે. એકદમ સ્વચ્છંદ જીવન છે. હવે બંનેમાંથી કોઈને એકબીજાની જરૂર નથી. બે નાનાં બાળકો છે, જે સ્કૂલમાં ભણે છે અને એમના લીધે જ બંને હજી એકબીજાની સાથે જોડાયેલાં છે, નહીં તોે છૂટાછેડા થતાં વાર કેટલી લાગવાની? એવુંય નથી કે મુક્તજીવનનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. હજારો લોકો બહાર ઘણું બઘું કરતાં હોય છે પણ ઘરમાં મર્યાદામાં રહે છે અને જવાબદારીનું પાલન કરે છે. બહાર થોડી મોજમસ્તી કરી લે છે પણ ઘરમાં સમતોલન જાળવી રાખે છે. સામાજિક જવાબદારીઓનું પાલન પણ કરે છે. બાળકોેને સારું શિક્ષણ અને સંસ્કાર આપે છે અને ઘરમાં કોઈ માંદુ પડે તોે એની સેવામાં પણ લાગી જાય છે. આવાં દંપતીઓ પરસ્પર એવી સમજૂતી કરી લે છે કે આપણે એકબીજાની થોડી ઘણી નબળાઈઓ જતી કરીને ઘરની સુખશાંતિ જાળવી રાખીશું.
સગવડતા ખાતર કરાયેલી આવી સમજૂતીઓમાં કેટલીક ખામીઓ હોય છે. એક તો સમજૂતી પ્રેમ અને લાગણીઓની કસોટી પર પાર નથી ઊતરતી. બીજું, જ્યારે એ તૂટે છે ત્યારે સંબંધો પણ તૂટીને છિન્નભિન્ન થઈ જાય છે. મણીનગરની અવની અને આલોક વચ્ચે પણ આવી એક સમજૂતી વર્ષો સુધી ચાલી અને જવાનીનું જોમ ઓછું થયું ત્યારે લાગ્યું કે રૂપિયા પૈસા અને મોજમસ્તી કરતાંય વધારે મહત્ત્વની છે મનની શાંતિ. છેવટે બંને પોતાના પતન માટે એકબીજાનો દોષ દેવા લાગ્યા. ઘરમાં દરરોજ કજિયોકંકાસ થવા લાગ્યા. બાળકો પર એની અસર પડવા લાગી અને વાત અદાલત સુધી પહોંચી ગઈ. હવે છૂટાછેડા થવાને બહુ વાર નથી. અહીં ચંિતાનો વિષય એ છે કે કેટલાક આઝાદ મિજાજ અને આઝાદ જંિદગીની તરફેણ કરતા લોકો આની મર્યાદા સમજતા હોવા છતાં એને છોડી નથી શકતા.


અહમનું ઘર્ષણ
મુક્ત વિચારો અને આચરણની અસર હેઠળ પતિ-પત્ની બંને અહંકારી બની જાય છે. જે લોકો ઘર પ્રત્યે જવાબદારીભર્યું જીવન જીવતાં હોય છે એ દંપતીઓ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા બહુ ઓછી હોય છે પણ જેઓને બહારની જંિદગી જીવવાની ટેવ પડી ગઈ હોય છે એ દંપતીઓ નાની નાની વાતમાં ઝઘડી પડે છે અને મનભેદ ઊભા થઈ જાય છે. પત્ની વિચારે છે કે જોે પતિ સ્વચ્છંદ બનીને બીજાઓ સાથે મુક્ત રીતે હરીફરી શકે છે તો હું કેમ ન ફરી શકું. પત્ની જાતે કમાતી હોય તો એને પોતાની કમાણીનું અભિમાન આવી જાય છે. પતિને કોઈ પ્રેમિકા હોય તો એને એ વાતનું અભિમાન હોય છે. પછી એ પત્ની અને પ્રેમિકાની સરખામણી કરવા લાગે છે અને વાત વણસવા લાગે છે. પતિ સિગારેટ પીએ છે તો હું કેમ ન પી શકું, પતિ જીન્સ પહેરે છે તો હું કેમ ન પહેરું, આવા વિચારો અને એમાંથી ઊભા થતા લડાઈ-ઝઘડા એવા લોકો વચ્ચે વધારે જોવા મળે છે, જેઓ મુક્ત જીવનને સારું ગણાવતા હોય છે. આવી માનસિકતા ધરાવતા લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે.


ડાઈવોર્સ કોર્ટમાંથી મળેલી માહિતી પ્રમાણે, છૂટાછેડાની ઈચ્છા ધરાવનારાઓને ઘણી વાર કોર્ટ પણ એવી સલાહ આપે છે કે તમારા ઝઘડા તમે ઘરમાં તમારા વડીલો સાથે ચર્ચા-વિચારણા કરીને પતાવી લોે તો કોર્ટની લાંબી પીડાદાયક કાર્યવાહીમાંથી બચી શકો છો.


એક વિડંબણા એ પણ છે કે ઘણા ભણેલાગણેલાં અને મોડર્ન યુવાન દંપતીઓ લગ્નને આઝાદી અને રોમાન્સ કરવાનું લાઈસન્સ માનવા લાગે છે. એમણે એ વાત ગાંઠે બાંધવી જોઈએ કે લગ્ન રાજીખુશીથી અપાયેલું વચન છે કે નહીં આમતેમ રખડપટ્ટી કરવાનું લાઈસન્સ. ઘરકામને ગુલામી માનવાની ભૂલ પણ ન કરશો.
વ્યક્તિ સ્વતંત્રતાનો ઝંડો એવો લહેરાયો છે કે આજકાલ સ્ત્રીપુરુષો લગ્ન કર્યા વગર જ સાથે રહેવાની તરફેણ કરવા લાગ્યાં છે, એમનું જોઈને પરિણીત સ્ત્રી-પુરુષો પણ થોડા સમય માટે પતિ કે પત્નીને છોડીને બીજી સ્ત્રી કે બીજા પુરુષ સાથે રહેવા લાગ્યાં છે. ટીવી સિરિયલોમાં પણ નવા સમાજની આ જ માનસિકતા દર્શાવાઈ છે. જેના કારણે નાયિકા સામે છૂટાછેડાની તલવાર લટક્યા કરે છે. આ તલવાર એ બધા લોકો સામે લટકે છે, જેઓ ખોટી મોહજાળમાં ફસાઈને પોતાનું સુખી ગૃહજીવન બરબાદ કરી લે છે.


હાલમાં જ મુંબઈની એક ફેમિલી કોર્ટ વિશેનો અહેવાલ છપાયો છે. એમાં જણાવાયું છે કે સ્વતંત્ર જંિદગી જીવવાની લ્હાયમાં સ્વયંને કાયદાકીય ગૂંચવાડામાં નાખી દેતા દંપતીઓની સંખ્યા હવે વધતી જાય છે. મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસનું કહેવું છે કે ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચેનાં યુવકયુવતીઓને લાગવા લાગ્યું છે કે ‘મેરેજ ઈઝ નોટ ફોર લાઈફ ટાઈમ’ એટલે કે લગ્નનો અર્થ એ નથી થતો કે જીવનભર એકબીજા સાથે બંધાઈને રહીએ.


ઘરોમાં ઘરકામ અને જવાબદારીઓ બાબતના ઝઘડા વધતા જાય છે. અમે પુરુષ છીએ એટલે અમે સ્ત્રીઓ સામે શું કામ નમીએ અથવા સ્ત્રી છીએ એટલે અમારે શું પુરુષની ગુલામ બનીને રહેવાનું? જે લોકો આવું વિચારે છે એમનો માનસિક ઈલાજ થવો જોઈએ. મુક્તજીવન જીવવાની ઘેલછા રોકવા માટે પણ એ જરૂરી છે.


આ માનસિક બીમારીના ઈલાજ માટે આપણે બહુ દૂર નહીં જવું પડે. મનમાં પ્રેમથી ભરપૂર કોમળ ભાવનાઓ જગાડીને વ્યક્તિ પોતાનો ઈલાજ જાતે જ કરી શકે છે. એથી શરીરમાં એક પ્રકારનુ રસાયણ વહેતું થશે, જે સંબંધોમાં મીઠાશ વધારશે. મુક્તજીવન માણસને ખોટા કામ કરવા પ્રેરે છે અને તે માનસિક, સામાજિક અને ભાવનાત્મક અશાંતિ પણ અનુભવવા લાગે છે.

No comments: