'ઈસ દુનિયા મેં સબસે જ્યાદા દુઃખ દેનેવાલી ચીજ કૌન?! - ઔરત, ઔર સબસે જ્યાદા સુખ દેનેવાલી ચીજ કોન?! - ઔરત...' હું નથી કહેતો 'નો એન્ટ્રી' ફિલ્મમાં સલમાન અનીલ કપૂરને કહે છે. મારે તો આ ડાયલોગ મચડીને કહેવો છે અને એ પણ ગુજરાતીમાં 'આ દુનિયામાં સંબંધોને સૌથી ખોખલા કરી દેતી બાબત કઈ?! - કોમ્યુનીકેશન, અને સંબંધોને સૌથી મજબૂત બનાવતી બાબત કઈ?! - કોમ્યુનીકેશન...' તમે કહેશો કે વાત ગુજરાતીમાં કરવાની હતી તો 'કોમ્યુનીકેશન'નું શું?! જ્યાં સુધી આપણે 'કોમ્યુનીકેશન'ની ઉપર છલ્લી ચર્ચા કરતા હતા ત્યાં સુધી ગુજરાતીમાં 'સંવાદ' શબ્દનો ઉપયોગ કરતા'તા પણ તેની ઊંડાણપૂર્વક ચર્ચામાં 'સંવાદ' શબ્દ ટૂંકો પડે એમ છે કારણ કે 'કોમ્યુનીકેશન'માં 'સંવાદ'ની સાથે સાથે 'સંપર્ક' પણ એટલો જ અગત્યનો છે! એટલે આપણે આપણી વાતમા સંવાદ અને સંપર્ક બંનેની વાત કરીશું.
મારા ગુજરાતી ડાયલોગ દ્વારા હું એટલું જ કહેવા માંગું છું કે સંબંધ કોઈ પણ હોય, 'કોમ્યુનીકેશન' એની કરોડરજ્જુ છે. મજબૂત કરોડરજ્જુ વ્યક્તિને ટટ્ટાર રાખે છે અને નબળી કરોડરજ્જુ પીઠના દુખાવાથી શરૃ કરીને વ્યક્તિને કમરમાંથી વાળી નાખવા સુધી પહોંચી જાય છે તેમ, 'કોમ્યુનીકેશન' મજબૂત અને અસરકારક હોય તો સંબંધના પાયામાં મજબૂતી આવે છે, અને જો વ્યક્તિઓ વચ્ચે 'કોમ્યુનીકેશન' જ નબળું હોય તો સંબંધ કણસવાથી શરૃ કરીને જમીનદોસ્ત થઈ જાય છે. આ વાતમાં કંઈ નવું નથી, સંબંધોની મજબૂતાઈ વિષે વર્ષો-પુરાણું સાહિત્ય, કોઈ પણ ભાષામાં, ફંફોસશો તો આ વાત તો અચૂક જડશે. પરંતુ, આજે આ વાતનું મહત્વ પહેલા ક્યારે'ય નહતું તે હદે વધી ગયું છે અને કદાચ વધતું જશે. આજે જેમ જેમ સંપર્કનાં સાધનો વધી રહ્યા છે તેમ તેમ સંપર્કમાં રહેવું અઘરું બનતું ગયું છે! તમને થશે કે આ તો સાવ વિરોધી વાત કરી, સાધનો વધે તો સંપર્ક અઘરો કેવી રીતે બને?! ચાલો સમજાવું...
પતિ-પત્નીનું ઉદાહરણ લઈએ. એક સમય એ હતો કે પતિ સવારે ઘરથી કામ ઉપર જતો પછી તેનો સંપર્ક સીધો એ કામ પરથી પાછો આવે ત્યારે જ થતો. એના ટેબલ ઉપર ટેલીફોન હોય તો ઘરમાં ન હોય, ઘરમાં હોય તો કદાચ ઓફિસના ટેબલ પર ના હોય અને બંને જગ્યાએ હોય તો પણ અગત્યના કામ વગર વાત કરવાનું ચલણ જ નહતું. બંને પોતપોતાના કામમાં દિવસ વિતાવતા અને સાંજે એકબીજાને મળવાની મીઠી પ્રતીક્ષા રહેતી. સાંજ પછીનો સમય એકબીજા માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેતો અને બંને વચ્ચે આપણે અગાઉ ચર્ચા કરી એવી ખૂબ ઉપયોગી 'નિક્ટતા' (ઈન્ટીમસી) ગાઢ બનતી. હવે આજે જુઓ, ૨૪x૭x૩૬૫ સંપર્ક, પતિ-પત્ની છુટા પડે ત્યારથી ફરી ભેગા મળે ત્યાં સુધી સંપર્કમાં પણ તેનો ઉપયોગ એકબીજાનો જીવ ખાવામાં, એકબીજાના કામમાં અને અંગત સ્વતંત્રતામાં વધુ પડતી દખલ કરવામાં, એકબીજાની પૂછપરછ અને સમયનો હિસાબ રાખવામાં, એકબીજાની જાસૂસી અને શંકાઓ કરવામાં... લીસ્ટ ખૂબ લાંબુ બનાવી શકાય એમ છે. નાની નાની અને અગત્યની ના હોય તેવી વાતો પણ આજે અવારનવાર, સમય-કસમયે થાય, પરિણામ?! તણાવ, કામમાં હોવ અને સાથીનો ફોન ના ઉપાડો કે મેસેજનો જવાબ ના આપો તો દસ મિસ કોલ કે ઉપરાઉપરી મેસેજો, પરિણામ?! તણાવ. ફોન લાંબો સમય વ્યસ્ત આવે અથવા 'આઉટ ઓફ રેંજ' આવે તો પૂછપરછ થાય, પરિણામ?! તણાવ... પ્રેમીઓ વચ્ચેનો સીન પણ કંઈક આવો જ હોય છે 'મને તો વોટ'સ એપ પર બાર વાગે ગુડનાઈટ કહી દીધું'તું અને તું'તો બે વાગ્યા સુધી ઓનલાઈન હતો! કોની સાથે ચેટ કરતો'તો?! પરિણામ?! તણાવ. તારા એફબી ફ્રેન્ડ લીસ્ટમાં 'ફલાણું' કેમ છે?! પરિણામ?! તણાવ. તારા મેઈલનો પાસવર્ડ આપ, તારું એક બીજું મેઈલ એકાઉન્ટ છે એ તો મને ખબર જ નથી, તારી પાસે બીજો મોબાઈલ (સીમકાર્ડ) ક્યાંથી આવ્યો? 'ફલાણું' તને મેસેજ કેમ કરે છે? વગેરેનું પરિણામ?! તણાવ. આ તો ખાલી નાનકડું ટ્રેલર છે, બાકી નવા નવા જે અકલ્પનીય ડખા ૨૪x૭x૩૬૫ સંપર્ક ઊભા કર્યા છે તેનું લીસ્ટ બનાવતા બનાવતા હાંફી જવાય તેવું છે. નિકટતા વધારતી દિવસના અંતની પળો ટીવી, કોમ્પ્યુટર અને મોબાઈલ જેવા સંપર્ક વધારનાર સાધનો ખાઈ ગયા છે. સરવાળે બન્યું છે એવું કે સંપર્ક સરળ બન્યો છે પણ પ્રામાણિક અને પારદર્શક સંબંધો જાળવવા અઘરા બન્યા છે. સંપર્ક ઝડપી બન્યો છે પણ સંબંધોમાં ધીરજ ખૂટી છે, અધીરાઈ વધી છે. સંપર્ક દુનિયાના ખૂણે ખૂણે શક્ય બન્યો છે પણ સંબંધ બાજુમાં બાંધવો અઘરો બન્યો છે. સંપર્ક સહજ બન્યો છે પણ તેના થકી સંબંધોમાં અપેક્ષાઓ સંતોષવી વિકટ બની છે. આ બધી જ રોજિંદી મુશ્કેલીઓનું પરિણામ એ આવ્યું છે કે આપણું મન બે ભાગમાં વહેંચાઈને રહી ગયું છે, એક મન કહે છે કે હવે સંપર્કના અદ્યતન સાધનો વગર ચાલે એમ નથી મન એમ કહે છે કે ટેકનોલોજીએ સહજીવનનો દાટ વાળ્યો છે. સાવ સાચી પણ હવે લગભગ અશક્ય વાત એ છે કે કોઈ પણ સંપર્કના અદ્યતન સાધન વગર સંબંધ વધુ મજબૂત રહી શકે એમ છે! તો સ્પષ્ટ વાત એમ થઈ કે સંપર્કનાં સાધનો વધ્યા પરંતુ તેમ છતાં'ય સંબંધો જાળવવા અઘરા બન્યા!
હવે ટેકનોલોજીના મુદ્દે પાછા વળી શકાય તેમ નથી એટલે જે છે તે સ્વીકારીને સંપર્ક-સંવાદ થકી સંબંધો મજબૂત કેવી રીતે બનાવીશું એ દિશામાં તારી અને મારી વાત આગળ ધપાવીશું.
પૂર્ણવિરામઃ
એકબીજાના કહેવાયેલા શબ્દો કરતા ના કહેવાયેલા શબ્દો કળી જનાર યુગલોના સંબંધો મજબૂત હોય છે.

No comments:
Post a Comment