જો પુરુષના કાન ઉપર મોબાઈલ ચિપકાવેલો હોય અને તે બોલવા કરતા સાંભળતો વધુ હોય, એ પણ નિરસતાથી, તો સામે છેડે તેની પત્ની હોવાની શક્યતાઓ સૌથી વધુ છે. આ વાતને દર્શાવતી એક રમૂજ થોડા સમય પહેલા યુ-ટયુબ પર જોએલી. એક વ્યક્તિ કાઉન્ટર પર મોબાઈલ કાન ઉપર લગાવીને બેઠી હતી. સામે છેડેથી એક સ્ત્રી બોલ્યે જતી હતી અને પેલો પુરુષ હુંકારા ભણ્યે જતો હતો. થોડીવારમાં બીજો એક પુરુષ આવે છે, પેલાના હાથમાંથી ફોન લઈને પોતાના કાને ગોઠવે છે અને 'થમ્બ્સ અપ' કરીને એનો આભાર માને છે ! (સમજણ ના પાડી હોય તો છાપું બાજુ પર મૂકીને દસ મિનિટ મનન કરો). મને ખબર છે પુરુષો જ્યારે આ વિડીઓ જોતા હશે ત્યારે તેમને ખૂબ મઝા આવતી હશે પરંતુ સ્ત્રીઓ જ્યારે જોતી હશે ત્યારે તેમને આ કલીપ અપલોડ કરનાર અને સમગ્ર પુરુષ જાત ઉપર મનોમન ગુસ્સો આવતો હશે. પુરુષોને થશે કે એમાં શું ?! આ તો મજાક છે, વાસ્તવમાં કંઈ આવું થોડું બનતું હોય કે તમારી પત્ની એટલું બોલબોલ કરે, તમારી જગ્યાએ તમારો મિત્ર હુંકારાભરે અને તમે બહાર આંટો મારીને આવો ! પરંતુ, સ્ત્રીઓ કહે કે ના કહે, મગજમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે સ્ત્રીઓની લાગણીઓની મજાક ઉડાડવામાં આવતી હોય તેવી એક પણ બાબત સ્ત્રીઓને પસંદ નથી પડતી અને એથી ઉલટું, જેનો જાહેરાતવાળા છેતરામણી હદે ઉપયોગ કરે છે, સ્ત્રીઓની લાગણીઓને સ્પર્શીને તમે સ્ત્રી પાસે ધાર્યું કરાવી શકો છો. આ મજાકમાં સ્ત્રીઓની 'કોમ્યુનીકેશન' પરત્વેની લાગણીઓ દુભાય એવું છે અને એટલે એ તેમને પસંદ પડે એમ નથી ! પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને 'કોમ્યુનીકશન'નું મહત્વ ઘણું વધારે હોય છે અને તેથી જ સંબંધોમાં સ્ત્રીઓને સંપર્ક-સંવાદનું એક આગવું મહત્વ હોય છે. જે સંબંધમાં સ્ત્રીઓ સરળતાથી અને ખુલ્લા દિલે પોતાની જાતને વ્યક્ત નથી કરી શકતી તે સંબંધો તેને મન ઉપરછલ્લા, ઉચાટ કરાવનારા કે અસલામતી ઊભી કરનારા હોય છે.
'કોમ્યુનીકેશન' મજબૂત સહજીવનની જીવાદોરી છે અને તેના દ્વારા જ સાથીઓ એકમેકના મન સુધી પહોંચી શકે છે, લાગણીઓનો એક મજબૂત સેતુ બાંધી શકે છે જે સરવાળે જોડે જીવવું સાર્થક બનાવે છે. જો સાથીઓ એકબીજાના સંપર્કમાં રહેવાનું પસંદ ના કરતા હોય, એકબીજા વચ્ચે જરૃરી એવી દરેક નાની-મોટી માહિતીઓની આપ-લે ના કરતા હોય કે પછી એકબીજાની લાગણીઓ અને વિચારો ના વહેંચતા હોય તો સંબંધનો કે સાથે જીવવાનું શું અર્થ ?! આ સંજોગોમાં તમે શરીરથી સાથે હોવા છતાં મનથી જોજનો દૂર છો અને તમારો સંબંધ ઉપરછલ્લાં સહજીવનથી વિશેષ કંઈ નથી. સંપર્કમાં રહેવા, નાની-મોટી માહિતીઓની આપ-લે કરવા, એકબીજાના વિચારો, લાગણીઓ જાણવા અને વહેંચવા સ્વસ્થ, મજબૂત, 'કોમ્યૂનીકેશન' અનિવાર્ય છે. તેના દ્વારા જ સાથીઓ વચ્ચે એક નિકટતા (ઈન્ટીમસી) કેળવાતી હોય છે. મેં અવારનવાર કહ્યું છે કે સાથે જીવતા હોઇએ તો પ્રશ્નો સર્જાવાના જ છે પરંતુ તેને સમજદારીપૂર્વક ઉકેલવામાં જ સહજીવનની સાર્થકતા છે. સ્વસ્થ અને મજબૂત 'કોમ્યુનીકેશન'ની ગેરહાજરીમાં નિકટતા અને ઘર્ષણરહિત સહજીવનની અપેક્ષાઓ રાખવી વ્યર્થ છે.
સામાન્ય રીતે યુગલો વચ્ચે જુદા જુદા સ્તરના 'કોમ્યુનીકેશન' જોવા મળતા હોય છે. ઘણા યુગલોનું 'કોમ્યુનીકેશન' માત્ર જરૃરી, કામની કે રોજીંદી વાતો પૂરતું જ મર્યાદિત હોય છે. આ યુગલો એકબીજાને સૂચના આપવા અને જોડે જીવવા માટે કરવી પડતી વાતો સિવાય ખાસ કોઈ વાતચીત કરતા નથી હોતા. તેમની વાતોમાં સાંસારિક માહિતીઓની આપ, લે સિવાય વિશેષ કંઈ હોતું નથી. જીવન ચલાવવા આ પૂરતું છે. એનાથી એક ડગલું આગળ, ઘણા યુગલો સાંસારિક બાબતોથી આગળ સામાજિક બાબતો અને જરૃરી સમાચારોનો પણ સમાવેશ તેમના 'કોમ્યુનીકેશન'માં કરતા હોય છે. પરંતુ તેમાં અંગત લાગણીઓ કે વિચારોની ચર્ચાઓનો સમાવેશ નથી કારણ કે તે કરવા માટે જરૃરી નિકટતા તેમના સંબંધોમાં ઉદ્ભવી નથી. જે યુગલો લાગણીઓના સ્તરે એકબીજાથી નિકટતા અનુભવે છે તેમના સંપર્ક અને સંવાદમાં એકબીજાના વિચારો અને લાગણીઓની વહેંચણી (શેરીંગ) છે. આ જ શેરીંગ તેમને વધુ નિકટ લાવતું જાય છે અને તેમના સંબંધો મજબૂત બનતા જાય છે. ઘણીવાર 'ટીનેજ લવ' કે જેમાં મા, બાપને પાત્ર ખોટું લાગતું હોય અને સંતાન તેની સાથે મજબુતાઈથી બંધાયેલું હોય તેવા કિસ્સાઓના મૂળમાં આવું મજબૂત શેરીંગ રહેલું હોય છે ! મા, બાપ લાગણીઓ કે વિચારો સમજી ના શકતા હોય અને સામેના પાત્ર સાથે તે સરળતાથી વહેંચી શકાતી હોય તો સ્વાભાવિક રીતે જ તેનું વળગણ વધી જાય !
હવે એક ડગલું વધુ આગળ, કેટલાક યુગલો પોતાના વિચારો અને લાગણીઓ જ નહિ એનાથી આગળ પોતાની સાવ અંદરની અને અત્યંત અંગત કહી શકાય તેવી બાબતો પણ સરળતાથી એકબીજા સાથે વહેંચી શકે તે હદનું 'કોમ્યુનીકેશન' ધરાવતા હોય છે જે સંબંધોને મજબૂતાઈની પરાકાષ્ઠાએ લઈ જાય છે. આવા યુગલો સાચા અર્થમાં સાથે જીવે છે અને સહજીવનના સાચા ઉદ્દેશ જેવો એકબીજાનો વિકાસ કરે છે. જોડે જીવતા જીવતા એકબીજાનો વ્યક્તિ તરીકેનો આધ્યાત્મિક વિકાસ (સ્પિરિચ્યુઅલ ગ્રોથ) થાય છે. આ યુગલોનું સહજીવન ઇર્ષ્યા જન્માવે છે (ખાટી કે મીઠી એનો આધાર તમારા સહજીવનની ગુણવત્તા ઉપર છે.) પરંતુ તેમના આવા સહજીવનનું સાચું રહસ્ય તેમના 'કોમ્યુનીકેશન'માં સમાયેલું હોય છે તે યાદ રાખવા જેવું છે.
હવે ગયા સપ્તાહનો લેખ યાદ કરો. સંપર્કનાં સાધનો વધ્યા છે પરંતુ આપણી 'કોમ્યુનીકેશન'ની આદતો અને દિશાઓ બદલાઈ છે, સરવાળે આ સાધનોથી મદદ થવાને બદલે સમસ્યાઓ વધી છે. સાવ સાચી વાત તો એ છે કે આજકાલના સંપર્કનાં સાધનોનો પ્રામાણિકતાપૂર્વકનો સ્માર્ટ ઉપયોગ કરવામાં આવે તો સંબંધો સાચવવા અને મજબૂત બનાવવા ઘણા આસાન થઈ શકે એમ છે.
પૂર્ણવિરામ
'કોમ્યુનીકેશન' પુરુષો માટે વિચારોની આપ, લે કરવાનું માધ્યમ છે, જ્યારે સ્ત્રીઓ માટે લાગણીઓની આપ, લે કરવાનું માધ્યમ છે.
HANSAL BHAROCH

No comments:
Post a Comment